વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને સફળતા મળી છે. ધારાસભ્યની રજૂઆતના કારણે વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ પાંચ રોડના કામને મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાનમાં રાખીને તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો જેની રકમ અંદાજીત 1 કરોડના ખર્ચે બનશે. દેરાળા ગામથી ખાનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ 2.75 કરોડના ખર્ચે બનશે. એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ 70 લાખના ખર્ચે બનશે. જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો 2.10 કરોડના ખર્ચે બનશે અને ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું કામ માટે 4 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રોડ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આભાર વ્યક્ત કર્યો છે.
