મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ઘરના ફળિયામાં પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પેટાવતા સમયે સાડીનો છેડો આગમાં અડી ગયા બાદ પરિણીતા આખા શરીરે દાઝી જતા મોરબી બાદ રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ગીતાબેન પ્રવીણભાઈ પરમાર ઉ.36 નામના મહિલા પોતાના ઘેર ફળિયામાં પાણી ગરમ કરવા માટે ચૂલો સળગાવેલ હોય જેમાં સાડીનો છેડો અડી જતા આગ આખી સાડીમાં પ્રસરી જતા પ્રથમ જેતપર બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.