હળવદ : હળવદમાં છરી સાથેનો વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામમાં મુકનાર બે શખ્સોને પોલીસે પકડી પાડી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્સ્ટાગ્રામમાં કેટલાક ઈસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય આ વિડીયો હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું જણાઇ આવતા હળવદ પોલીસે જીતેશભાઈ મનોજભાઈ કાનજીભાઈ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા કરણભાઈ બળદેવભાઈ સડલીયા રહે હળવદ જી.આઈ.ડી.સી બાલાજી કારખાના પાસે વાળાને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
