વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ ટેલિફોનિક જાણ થઈ હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો સંભાળી તેના વાલીની શોધખોળ શરૂ કરી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે આ સગીર વયનો બાળક રાજકોટ શહેરના આજીડેમ લાપાસરી મામાદેવ મંદિર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા અનકરભાઈ પાંગલીયા મોહનીયા (મૂળ મધ્ય પ્રદેશ)નો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તેના વાલીને બોલાવીને ખાતરી કરીને બાળકને તેઓને સોંપ્યો હતો. આમ ગણતરીના કલાકમાં જ ગુમ થયેલા સગીર વયના બાળકનું વાંકાનેર તાલુકા પોલીસે વાલી સાથે મિલન કરાવ્યું હતું.
