ટંકારા : ટંકારા નજીક આવેલ પોલિપેક ફેક્ટરીના લેબર ક્વાર્ટર પાસે એક મજુરનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આત્મહત્યા, હત્યા કે અકસ્માત? આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહને ફોરેન્સિક લેબોરેટરી માટે રાજકોટ ખસેડયો છે.
ટંકારાથી મોરબી રોડ ઉપર 12 નાલા પાસે આવેલ પોલિપેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો અનુજ કુસ્વા ઉ.વ 28 રહે. યુપી વાળાની લોહી લુહાણ હાલતમાં પડેલ લાશ જોઇ ટંકારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે લઇ ગયા બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટેસ્ટ માટે રાજકોટ ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવાને આત્મહત્યા કરી કે અકસ્માતે મોત થયું કે હત્યા છે સહિતના મુદાઓ ઉપર પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.