મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામમાં 2 માર્ચના રોજ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથેસાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.
કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ 1 માર્ચ ને શનિવારે રાત્રે 9 કલાકે સંતવાણી ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ભજનીક સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી, ભજનીક નવીનભાઈ જોષી, હાસ્યકલાકાર દેવેનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમને માણવા સર્વે ભક્તોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.
