વાંકાનેર : વાંકાનેર શહેરમાં વઘાસિયા ટોલનાકા નજીક નર્સરી ચોકડી પાસે આવેલ જ્યોતિ સેનેટરી નામના કારખાનામાં લેબર કવાટર્સમાંથી ફરિયાદી મુનાભાઈ રાણાભાઈ સોઢા નામના યુવાનનું રૂ.70 હજારનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા વાંકાનેર સીટી પોલીસે વાહન ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.