મોરબી : ગૌસેવકોને બાતમી મળેલ કે એક બોલેરો પિક અપમાં પશુઓ ભરી કચ્છ બાજુથી માળીયા થઈ અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેનો નંબર GJ 12 BJ 4558 છે. ગૌસેવકોએ આ ગાડી આવતા તે ગાડીને માળીયા ગામ પાસે રોકીને તેમાં ચેક કરતા 3 પશુઓ ક્રુરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા.આ પશુની પૂછપરછ કરતા તેને જણાવેલ કે પશુઓ કચ્છથી ભરેલા હોય અને અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ 3 પશુઓને મોરબી ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા અને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા.
