મોરબીમાં આજે તા. ૧-૩-૨૦૨૫ ના રોજ એલ.ઈ.કોલેજ મોરબી ખાતે “સ્વચ્છતા હી સેવા” અને “રકતદાન મહાદાન” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એન.એસ.યુનિટ દ્વારા આ સેમિનાર યોજવામાં આવેલ હતો.
જેમાં સંસ્થાના ડો. આર. એન રાઠોડ અને ડો. કે. બી વાઘેલા -એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય અને આ અંગે સમાજને કઈ રીતે જાગૃત કરી શકાય એ થીમને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરેલ. ત્યારબાદ ઉમા ટાઉનશીપના અગ્રણી એવા રતિભાઈ ભાલોડીયા સાહેબે રકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે એ વિષયથી સંસ્થા ના સ્ટાફ ગણ અને વિધ્યાર્થીઓને માહિતગાર કરીને સમાજ માટે અને દેશ માટે ઉપયોગી રકતદાન કરવા માટે આહવાન કરેલ. કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ સાહેબે સ્વચ્છતા અને રકતદાન અનિવાર્યતા પર પોતાના વિચારો રજૂ કરેલ. છેલ્લે આચાર્યશ્રી ડો. આર. કે. મેવાડા સાહેબના માર્ગદર્શન મુજબ હાજર સ્ટાફગણ અને વિધ્યાર્થીઓને પેન, સુવિચાર આપેલ. અને રાષ્ટ્રગીતનું ગાન કરીને કાર્યક્રમ પૂણૅ કરેલ.
કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો. આર.એન.રાઠોડ, ડો. કે.બી.વાઘેલા સાહેબ અને સંપૂર્ણ એન.એસ.એસ.યુનિટ ટીમે ખૂબ જહેમત ઉઠાવેલ. આશરે ૧૦૮ સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.



