મોરબી : RSS લાલબાગના સ્વયંસેવક તથા લાલબાગ
ઉપનગરના સેવા પ્રમુખ લલિતભાઈ પાંડેએ ભારત માતાનું પૂજન કરી અને બાળકોને શૈક્ષણિક કીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત લોકમાતા અહલ્યાબાઈ હોલકર બાલ સંસ્કાર કેન્દ્ર રોહીદાસપરા મોરબી ખાતે કાર્યરત છે. પૂજાબેન સાગઠીયા સંચાલિત આ કેન્દ્રમાં ગત તારીખ 3 માર્ચના રોજ RSS લાલબાગના સ્વયંસેવક તથા લાલબાગ ઉપનગરના સેવા પ્રમુખ લલિતભાઈ પાંડેના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.
લલિતભાઈ મૂળ અયોધ્યાના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી તેઓ સિરામિક વ્યવસાય અર્થે મોરબી સ્થાયી થયા છે. તેમના જન્મ દિવસ નિમિત્તે કેન્દ્રના બાળકોનું તથા ભારત માતાનું પૂજન કરી તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા ઉપસ્થિત રહ્યા હતા.


