મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા દિવસના પ્રવાસમાં સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળેલા પ્રધાનમંત્રીએ વન્યજીવોની ફોટોગ્રાફી પણ કરી હતી.
ત્યારે ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના હીરાસર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. આ વેળાએ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. મોદીએ હસતા ચહેરે ધારાસભ્ય દુર્લભજીભાઈને પ્રણામ કરીને કેમ છો…પુછ્યું હતું. જ્યારે દુલર્ભજીભાઈ દેથરીયાએ બસ મજામાં કહી મોદીની મુલાકાત બદલ ધન્યતા અનુભવી હતી.
