Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી-વાંકાનેર હાઈવે ઉપર આઇસર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આઇસર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ભાયાતી જાંબુડિયા નજીક આવેલ અશ્વમેઘ હોટલ પાસે જીજે – 03 – બીકે – 6047 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ મોતીભાઈ ઝાલા ઉ.36 રહે.થાનગઢ, મુળ રહે.ધારા ડુંગરી, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને જીજે – 13 – ડબ્લ્યુ – 0609 નંબરના આઇસર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના મોટાભાઈ હકાભાઈ મોતીભાઈ ઝાલાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments