મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર બહેનને છૂટાછેડા આપનાર બનેવીને સાળાએ છરીના ઘા ઝીકી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા હીંચકારા હુમલાના બનાવ અંગે ઇજાગ્રસ્ત બનેવીના ભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના વિશિપરામાં મદીના સોસાયટીમાં રહેતા હુસેન ઉર્ફે ઇમરાન મયુદિનભાઇ કટિયા નામના યુવાને આરોપી અલી હુસેન ભટ્ટી રહે.જોન્સનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અલી હુસેન ભટ્ટીની બહેન યાસ્મિનના લગ્ન ફરિયાદીના ભાઈ અજરૂદિન સાથે થયા હતા બાદમાં ત્રણ મહિના પૂર્વે અજરૂદિને કોર્ટમાં યાસ્મિનને છુંટાછેડા આપી દીધા હોવાથી આ બાબતનો ખાર રાખી આરોપી અલી હુસેન ભટ્ટીએ અયોધ્યાપુરી રોડ ઉપર અજરૂદિનને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે હુસેન ઉર્ફે ઇમરાનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.