મોરબી: રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા 8 માર્ચે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે આગામી તારીખ 8 માર્ચના રોજ સવારે 10 થી 1 કલાકે યોજાશે. કેમ્પમાં ડો.પુજા વોરા (પીડિયાટ્રીક ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. અવિનાશકુમાર બોયત (ઓર્થો અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સ્નાયુ તથા મણકાની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પાયલ દક્ષિણી (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) મગજ, કરોડરજ્જુ અને પેરલિસિસ તકલીફોનાં નિષ્ણાંત ડૉ. જીનાલી મેહતા કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ (હર્દય અને ફેફસાંની કસરતના નિષ્ણાંત) સહિતના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે. આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ જુની ફાઈલ સાથે રાખવી તથા રજીસ્ટ્રેશન માટે મો. 6359701933 તથા 8160282456 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.