મોરબી : મોરબી શહેરના લીલાપર ચોકડી નજીક પોતાની જમીનમાં બાજુના કારખાનેદારે દબાણ કરેલું હોય અને કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આરોપીઓ દબાણ કરતા હોય જમીન જોવા ગયેલા જમીન માલિકને અમારા કારખાના પાસે કેમ આવ્યા કહી ધારીયા વડે હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક નજીક રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાની માલિકીની જમીન નજીક આરોપી દિવ્યેશ કાંતિલાલ સોરીયાએ કારખાનું આવેલું હોય અને આરોપીએ જમીન દબાવી દેતા આ બાબતે કોર્ટમાં કેસ કર્યો હોવાથી ધર્મેન્દ્રભાઈ જમીનની સ્થિતિ જોવા જતા આરોપીને સારું લાગ્યું ન હતું. બાદમાં લીલાપર ચોકડી પાસે આરોપી દિવ્યેશ તેમજ એક અજાણ્યા શખ્સે ધર્મેન્દ્રભાઈને તમે આમારા કારખાના પાસે કેમ આવ્યા કહી ધારીયાનો ઊંધો ઘા મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.