મોરબી શહેરના રણછોડનગરથી ઘુંટુ નજીક આવેલ રામનગરી સોસાયટીમાં બાઈક લઈને જઈ રહેલા દેવજીભાઈ કાનજીભાઈ પરમાર તેમજ તેમના પુત્ર પ્રકાશને ટ્રક ટ્રેઈલર નંબર આરજે – 01 – જીબી – 8919ના ચાલકે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક સામે વોકળાના નાલા નજીક હડફેટે લેતા પ્રકાશભાઈને ઇજાઓ પહોંચાડી હતી જ્યારે દેવજીભાઈના માથા અને હાથ પગ ઉપર ટ્રેઇલરનો જોટો ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના નાનાભાઈ મનસુખભાઇ પરમારે તાલુકા પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.