વાંકાનેર નગરપાલિકાની તાજેતરની મધ્યસત્ર ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 5 અને બસપાના 1 એમ કુલ 6 સદસ્યો દ્વારા વાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે પાંચમી વખત ચૂંટાયેલા સિનીયર સદસ્ય મહંમદભાઈ રાઠોડ (અકિલા પત્રકાર મો.નં. 9228562426) ની નિમણુંક કરવામાં આવી છે.
વાંકાનેર શહેરના નાગરિકોને શુદ્ધ પાણી, રોડ – રસ્તા, ગટર, સાફ – સફાઈ, સ્ટ્રીટ લાઈટ વગેરે પાયાની સુવિધાઓ મળી રહે તે માટે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તરીકે સક્રિય કામગિરી કરવાની ખાતરી આપે છે.
