હળવદ : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં
સંડોવાયેલ ધનશ્યામભાઈ શંકરભાઈ ઉર્ફે હક્કાભાઈ બાહુન્દ્રા રહે.ગામ કાંત્રોડી (કુંતલપુર) તા.મુળી જી સુરેન્દ્રનગર અને હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા રહે.ગામ ભવાનીગઢ (જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઈસ્યુ કરેલ હોય બંને શખ્સોની અટાકાયત કરી કરી અમદાવાદ અને જુનાગઢ જેલ ખાતે મોકલી દીધા છે. આ કામગીરીમાં હળવદ પી આઈ આર.ટી.વ્યાસ અને હળવદ પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.
