મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વાવડી રોડ, સિરામિક સીટી અને વીસીપરા વિસ્તારમાં વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં ચાર આરોપીઓને વિદેશી દારૂની 49 બોટલ સાથે ઝડપી લઈ એક કિસ્સામાં અડધી બોટલ દારૂ પણ કબ્જે લઈ દારૂ સપ્લાય કરનાર બે શખ્સને ફરાર દર્શાવ્યા હતા.
પ્રથમ દરોડામાં પોલીસે વીસીપરા મેઈન રોડ ઉપર ફાટક પાસેથી આરોપી શનિ નવીનભાઈ મારુણીયા રહે.સેન્ટમેરી સ્કૂલ, નવલખી રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 562 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટી પાસેથી આરોપી કિશોર મનુભાઈ વિસાણી રહે.આંનદનગર વાળાને વિદેશી દારૂની અડધી બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ દારૂ આપનાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.વાવડી વાળાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં નેશનલ હાઇવે ઉપર સિરામિક સીટી નજીક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા આરોપી સદામ હબીબભાઈ મોવર અને સંજય હિમતભાઈ ખમાણી રહે.બન્ને શોભેશ્વર રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂ.26,532 સાથે ઝડપી લઈ રૂપિયા 50 હજારની રીક્ષા સહિત 76,532નો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ને આરોપીઓએ દારૂનો આ જથ્થો આરોપી ગણેશ ઉઘરેજીયા રહે.થાન વાળા પાસેથી ખરીદ્યો હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી