Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ અને બહેનો માટે કસોટી...

જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ અને બહેનો માટે કસોટી યોજાશે

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ૨૦૨૪-૨૫ માં ખેલ મહાકુંભ ૩.૦ માં પસંદગી પામેલા ખેલાડીઓ માટે મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કાર્યક્રમમાં બહેનોની કસોટીનું તા.૧૧-૦૩-૨૦૨૫ ના રોજ અને ભાઈઓની કસોટીનું તા.૧૨-૦૩-૨૦૨૫ ના રોજ ન્યુ એરા ગ્લોબલ સ્કુલ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે સવારે ૦૭:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાં યોજાયેલ ખેલ-મહાકુંભ ૩.૦, ૨૦૨૪-૨૫ માં અંડર-૯ (જન્મતારીખ ૦૧-૦૧-૨૦૧૫ પછી હોય તેઓ) અને અંડર-૧૧ (જન્મતારીખ ૦૧-૦૧-૨૦૧૩ પછી હોય તેઓ) વયજૂથ ખેલાડીઓએ ૩૦ મીટર દોડ, ૫૦ મીટર તથા સ્ટેન્ડીંગ બ્રોન્ડ જંપ સ્પર્ધામાં ૦૧ થી ૦૮ ક્રમે વિજેતા થયેલ ભાઈઓ અને બહેનો ખેલાડીઓની મોરબી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

બેટરી ટેસ્ટ માં (૧) ૩૦ મીટર (ફ્લાઇંગ સ્ટાર્ટ) (૨) સ્ટેન્ડિંગ વર્ટીકલ જમ્પ (૩) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (૪) ૮૦૦ મીટર દોડ (૫) ૬*૧૦ મીટર શટલ રન (૬) ફોર્વડ, બેન્ડ એન્ડ રીચ (૭) મેડીસીન બૉલ થ્રો ૧/૨ ક્રી. ગ્રા.) આ તમામ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં પાસ થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની બેટરી ટેસ્ટમાં ભાગ લેશે તેમજ રાજ્ય કક્ષામાં પાસ થયેલ ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ(ડી.એલ.એસ.એસ.) માં પ્રવેશ મેળવી શકશે અને આ યોજના હેઠળ પસંદ થયેલ ખેલાડીઓને વિનામુલ્યે શિક્ષણ, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ સુવિધા, સ્કુલ ગણવેશ, પોષ્ટિક આહાર, માસિક સ્ટાઈપેંડ, ટુર્નામેન્ટ એક્સ્પોઝર, રમતની ધનિષ્ટ તાલીમ, સ્પોર્ટ્સ કીટ, મેડીક્લેમ, રમતના સાધનો જેવા લાભો આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબી સંપર્ક નં. ૯૪૨૬૩૨૫૮૩૮ અને ૬૩૫૫૨૬૫૫૮૭ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments