મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામના ફાટેકેથી બોડકી જવાના રસ્તે રોડ ઉપર રેઢી હાલતમાં પડેલ જીજે – 36 – એએચ – 4029 નંબરનું મોપેડ ચેક કરતા 7800 રૂપિયાની કિંમતનો દેશી દારૂ મળી આવતા પોલીસે 35 હજારના મોપેડ સહિત 42,800નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ મોપેડ રેઢું મૂકી નાસી જનાર શખ્સ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.