Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની એલ.ઇ.કોલેજ ખાતે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીની એલ.ઇ.કોલેજ ખાતે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

લેન્કો એલમની એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ મોરબી ખાતે ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન તથા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ હતું. લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબીના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે. તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચ માં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા તારીખ ૦૫ માર્ચ ૨૦૨૫, બુધવાર ના ૧૪ મા ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ માં ચાલતી એન્જીનીયરીંગની વિવિધ શાખાઓમાં ટોપ કરતા વિધાર્થીઓ ને ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કુલ ૧૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સાથે કોલેજમાં અભ્યાસ કરી ગયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારોહ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆતમાં લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ માં તાજેતરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ કાર્યક્રમ ની શરૂઆત કરતા લેન્કો એલમની એસોસિયેશન ના સેક્રેટરી શ્રી જયદેવ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું.

સંસ્થા ના પ્રમુખ શ્રી અમૃત મેનપરા એ સંસ્થા દ્વારા કોલેજ અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે વિવિધ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપી હતી.
ઉપરાંત જણાવ્યું હતું કે આવતા વર્ષે લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબી ને ૭૫ વર્ષ પુર્ણ થવા જઈ રહયા છે ત્યારે ડાયમંડ જયુબિલી ની ઉજવણી ના ભાગ રૂપે આવતા વર્ષે ત્રણ દિવસના સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવનાર છે.

એલ ઈ કોલેજ મોરબી ના પ્રિન્સીપાલ ડો. મેવાડા સાહેબે પ્રાસંગિક પ્રવચનમાં લેન્કો એલમની એસોસિયેશન ની કોલેજ અને કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ની સેવાકીય પ્રવૃતિઓ ની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે પી. એસ. પી. પ્રોજેક્ટસ પ્રા લિ. ના શ્રી પ્રહલાદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેઓ પણ આ કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.

ઉપરાંત લેન્કો એલમની એસોસિયેશન ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સ ના મેનેજીંગ ડીરેકટર શ્રી હરીશભાઈ રંગવાલા તથા એલ ઈ કોલેજ મોરબી ના પ્રિન્સીપાલ ડો. આર. કે. મેવાડા સાહેબ કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગ ની શોભા વધારી હતી.
દેશ વિદેશ માં વસતા એલ. ઈ. કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રો ને મળવા ખુબ જ ઉત્સાહ થી આવ્યા હતા.
સમારંભ ના અંતે અભાર વિધિ સેક્રેટરી શ્રી એન. આર. હુંબલ દ્વારા કરવામાં આવી હતી.

સમારોહની પુર્ણાહુતી બાદ એસ. સી. રાવલ અને સુરેશ શુકલ દ્વારા કરાઓકે ગીત-સંગીત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી માણ્યો હતો એવું સંસ્થા ના સેક્રેટરી શ્રી એન આર હુંબલ અને જયદેવ શાહ ની યાદી માં જણાવાયુ છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રો. જાગૃતિ ભેડાએ કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, તથા વાઈસ પ્રેસિડેન્ટ હસમુખ ઉભડીયા, પરેશ પટેલ, સવજીભાઈ સીતાપરા, જનકભાઈ પટેલ, અમરીશ પટેલ, એમ એચ આયલાણી,કે કે દવે સહિત ના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments