મોરબી : મોરબીમાં ઠેરઠેર આજે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસ બેડાના નિર્દેશન હેઠળ મોરબી જિલ્લા પોલીસ શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નિષ્ઠાપૂર્વક ટ્રાફીકમાં ફરજ બજાવતી મહિલા ટી.આર.બી.ઓને મીઠાઈ આપી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.












