મોરબી : મોરબી માળીયા પંથકમાં લોકપ્રિય એવા મોરબી -માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગઈકાલે જન્મદિવસ નિમિતે ઠેરઠેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને અમુક જગ્યાએ તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.




