મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાસભર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા મહામંત્રી કે. એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મીયાત્રા, મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી તેમજ જિલ્લાના મોરચા મંડલ સેલના પ્રમુખ અને તમામ ટીમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.






