મોરબી : એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી શાખા દ્વારા મોરબી માળિયાના લોકલાડીલા એવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો જન્મદિવસ શક્તિ ભવાની સ્વરૂપે તલવાર ભેટ આપી અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ શહેર અધ્યક્ષ રમેશભાઈ વડછોલા તથા શહેર મહામંત્રી સંદીપભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલ તથા વિમલભાઈ દવે સલાહકાર સમિતિ માંથી રાજુભાઈ ઠક્કર તથા ધર્મેશભાઈ આર્થિક સમિતિમાંથી રસિકભાઈ પટેલ અને ધ્રુવભાઈ તથા સૌરભભાઈ, અજયભાઈ મિશ્રા શહેર મંત્રી પંકજભાઈ અગોલા વીસીપરા વિસ્તાર અધ્યક્ષ મિથુનભાઈ ભરવાડ તથા ભરતભાઈ ગોઘરા તથા અન્ય ભાઈઓ હાજર રહ્યા હતા.


