મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડમાંથી રીઢા ચોરને ઝડપી લઈ પૂછપરછ કરતા આ તસ્કરે ચાર માસ પૂર્વે મોરબીમાંથી હળવદના વ્યક્તિનો મોબાઈલ ચોર્યા હોવાનું કબુલતા પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસ્ટેન્ડમાંથી આરોપી રોહિત શત્રુભાઈ મકવાણા રહે.ગોંડલ નામના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા નવેમ્બર 2024માં મોરબીના શક્ત શનાળા રોડ ઉપર સમર્પણ હોસ્પિટલના પગથિયાં ઉતરી રહેલા હળવદ તાલુકાના રાતાભેર ગામના દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારિયાનો મોબાઈલ ચોર્યો હોવાનું કબુલ્યું હતું. આ આરોપીએ અગાઉ રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં અને ગોંડલ શહેરમાં ગુન્હા આચર્યા હોવાનું સામે આવ્યું છે.
આ સફળ કામગીરીમાં એ ડીવીઝન પી આઈ આર.એસ.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો
