મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શક્તિ ટાઉનશીપમા નક્ષત્ર હિલ્સમાં રહેતા અને સાફસફાઈનું કામ કરતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર ઉ.30 નામના નેપાળના વતની યુવાને આર્થિક સંકળામણથી કંટાળી પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.