Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત વક્તા CA. દીપ્તિ સવજાણી અને Dr. ઋત્વી ભેડા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ  વધારવા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન ના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર, નવયુગ ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળદેવસર સરસાવડિયા, B.Sc, MBA અને નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ વોરાસર તેમજ BBA અને B.com ના પ્રિન્સીપાલ મિરાણીસર ઉપસ્થિત રહ્યા હતા.

બંને વક્તા દ્વારા કોલેજના તમામ વિભાગની વિદ્યાર્થીનીઓને વુમન એમ્પાવરમેન્ટ અને કઈ રીતે એમ્પાવર્ડ વુમન અન્ય ને પણ એમ્પાવર કરી શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.
દરેક પરસ્થિતિમાં વુમન લડી શકે છે અને કોઈપણ કામ એવું નથી જે સ્ત્રી નથી કરી શકતી. આ સાથે જ બન્ને વક્તા દ્વારા દરેક વિધાર્થિનીઓમાં વધારે જાગૃતતા લાવવા માટે મુસીબતો સામે લડી ને સફળતા મેળવતી સ્ત્રી ના જીવન પર વીડિયો અને વાતો દ્વારા જોશ ભરી દીધો હતો.
સ્ત્રી પુરુષ સમોવડી બની શકે છે તેમજ જેન્ડર ઇકવાલીટી જેવો કોન્સેપ્ટ પણ સમજાવવામાં આવ્યો હતો.

તેમજ સ્ત્રી ને શું ગમે છે અને સ્ત્રી ને શું નથી ગમતું તેના પર ધ્યાન આપવું જરૂરી છે.વુમન ની અંદર એવી કઈ સ્કીલ છે જેના લીધે તે કંઇક અલગ કરી શકે જેવા પ્રશ્નનો દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે હાર્ટ ટુ હાર્ટ વાત કરવામાં આવી હતી.

આ સાથે દરેક વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અને સેલ્ફ રિસ્પેક્ટ શું છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments