મોરબી: તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયંતિભાઈ રાજકોટિયાની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી મળ્યા બાદ આજે જયંતિભાઈ રાજકોટિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે તેમની સાથે સુરેન્દ્રનગર લોકસભાના સાસંદ ચંદુભાઈ શિહોરા તથા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા.

