મોરબી શહેર અને તાલુકા વિસ્તારના સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસે વિદેશી દારૂના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ આરોપીઓને 78 બોટલ દારૂ સાથે ઝડપી લઈ બે આરોપીઓના નામ ખોલાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ સામેથી આરોપી લખન ઉર્ફે રાજુ નીતિનભાઈ ભટ્ટી રહે.પ્રભુનગર, વાવડી રોડ વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 4176 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં આયોધ્યાપૂરી રોડ ઉપરથી આરોપી નિઝામ જુસબભાઈ કટિયા રહે.અયોધ્યાપુરી રોડ વાળાને વિદેશી દારૂની 15 બોટલ કિંમત રૂપિયા 5688 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ વસીમ ઉર્ફે કાબરો અલીભાઈ મોવર રહે.ધ્રાંગધ્રા વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
જ્યારે મોરબી તાલુકા પોલીસે મોરબી – જેતપર રોડ ઉપર શિવપાર્ક-2માં રહેણાંકમાં દરોડો પાડી આરોપી દર્શન કનુભાઈ વરાળિયા નામના શખ્સને વિદેશી દારૂની 57 બોટલ કિંમત રૂપિયા 32,034 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો બોટાદના જયરાજ ખાચર પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
