Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમાળીયાના સરવડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો

માળીયાના સરવડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના સરવડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અને તેમની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ માટે મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુથી પટેલ સમાજ વાડી – સરવડ ખાતે યોજાયેલ નારી સંમેલન કાર્યક્રમમાં મહિલાઓને નારી અદાલત, મહિલા આરોગ્ય અને પોષણ, મહિલાઓ માટેના કાનૂની કાયદાઓ તેમજ મહિલાઓ માટેની યોજનાઓ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નારી શક્તિ જિંદાબાદના નારા સાથે પ્રાસંગિક ઉદબોધન આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, નારીથી ઘર સુંદર અને રળિયામણું બને છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાવો થકી દીકરીઓને ભણાવવાનું બીડું ઝડપ્યું હતું. સમાજના નવ નિર્માણમાં નારી શક્તિની આગવી ભૂમિકા રહેલી છે. નારી સશક્તિકરણ માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, જેન્ડર બજેટ અને મહિલાઓ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત વ્હાલી દીકરી યોજના, પૂર્ણા યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, સખી મંડળો, વિધવા સહાય સહિતની યોજનાઓ થકી સશક્ત નારીથી સશક્ત ગુજરાત અને સશક્ત ગુજરાતથી સશક્ત ભારતના નિર્માણ માટે સરકાર કટિબદ્ધ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બની આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. મોરબીની મયુર ડેરીને તેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું અને સ્ત્રીઓને સશક્ત બની આગળ આવવા આહ્વાહન કર્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની છણાવટ કરી તેમણે મહિલાઓને આ યોજનાઓનો લાભ લેવા અને અન્યને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેશચંદ્ર ભટ્ટએ મહિલાઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓને અદકેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી મહાન સંસ્કૃતિમાં નારીનું પૂજન કરવામાં આવે છે એવી ગૌરવશાળી સભ્યતા સાથે આપણે સંકળાયેલા છીએ. આજના સમયમાં કોઇ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પ્રભુત્વ ન મેળવ્યું હોય ત્યારે આજનો સમય મહિલાઓને અબળા નહીં પણ સબળા ગણવનો છે.

આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ સુશીલાબેન બાવરવા, માળીયા તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓઅને મહિલાઓ તેમજ કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments