મોરબીમાં આજરોજ હોળીના પાવનપર્વ નિમિતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી તેમજ રંગબેરંગી કલર આપીને હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા , યુવા ભાજપ આગેવાન હિરેનભાઈ કરોતરા, યુવા રાજપૂત સમાજ આગેવાન ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ વાળા તેમજ એડવોકેટ ધર્મભાઈ રાવલ સહિત યુવાનોએ નાના બાળકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.

