મોરબી તાલુકાના બરવાળા ગામે કાનજીભાઈ નામના ખેડૂતની વાડીમાં કામ કરતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરિયા ઉ.20 નામના ખેતશ્રમિક વાડીમાં હલરમાં કામ કરતા હતા ત્યારે હલરમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.