માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે એલસીબી ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 232 બોટલ તેમજ એક એક્ટિવા સહિત કુલ રૂપિયા 1,48,472નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વવાણીયા ગામે આરોપી સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 232 બોટલ કિંમત રૂપિયા 1,28,472 મળી આવતા આરોપીનું 20 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ પણ કબજે લઇ કુલ રૂપીયા 1,48,472નો મુદ્દામાલ કબજે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં હાજર નહિ મળી આવેલ આરોપી સાગર ઉર્ફે ઠુઠા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
