મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સિરામિક ફેકટરીમાં ખરાબ પાણીની કુંડી ખાલી કરવા સમયે અજયભાઈ જેન્તીભાઈ સોઢા ઉ.25 રહે. ભડિયાદ કાંટા પાસે, મોરબી નામનો યુવક કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.