મોરબી શહેરમાં વજેપર વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી જમીન મૂળ માલિકોની જાણ બહાર માળિયા મિયાણાના તરઘરી ગામના શખ્સ અને ત્રાજપરની મહિલાએ ખોટા વારસાઈ આંબા બનાવી અને પુરાવાના આધારે હડપ કરી લેતા જમીનના મૂળ માલિકે બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરમાં બાયપાસ ઉપર શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ ઉ.65નામના વૃદ્ધે આરોપી શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી અને આરોપી સાગર અંબારામભાઈ ફુલતરિયા રહે.તરઘરી, માળીયા મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમની મોરબીના વજેપરમાં સર્વે નંબર 602ની 1 હેકટર 57 આરે અને 83 ચોરસમીટર જમીન હડપ કરી વેચાણ કરી નાખ્યું છે. વધુમાં આરોપીઓએ ખોટા મરણના દાખલા, ખોટા વારસાઈ આંબા કઢાવી બાદમાં આરોપી સાગર આંબરામભાઈ ફુલતરિયાને વેચાણ દસ્તાવેજ કરી આપી કરોડોની કિંમત જમીન હડપ કરી લેતા આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.