Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની આયુષ હોસ્પિટલની જટિલ સર્જરીથી 100 વર્ષના દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા

મોરબીની આયુષ હોસ્પિટલની જટિલ સર્જરીથી 100 વર્ષના દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા

મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલમાં 100 વર્ષના દર્દી પર જટિલ શસ્ત્રક્રિયાથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. હાલમાં જ આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે ૧૦૦ વર્ષના દર્દી છેલ્લા ૫ દિવસથીં ભોજન લઇ શકતા ન હતા અને મળ ત્યાગ પણ કરી શકતા ન હતા. આવી ગંભીર બીમારીમાં તેઓને આયુષ હોસ્પિટલમાં ઈમજન્સી સારવાર માટે ખસડેયા હતા. ડો.વિમલ દેત્રોજા [એંડવાન્સ લેપ્રોસ્કોપ્ય સર્જન] અને તેમની ટીમેં તપાસ હાથ ધરી. સોનોગ્રાફી અને બ્લડ રિપોટના આધારે જાણવા મળ્યું કે દર્દી ને (હર્નિયા) આંતરડું ફસાઈ ગયું હતું, અને તરત જ ઈમજન્સી ઓપરેશન કરવા જરૂર હતી.

મોટા જોખમ વચ્ચે સફળ ઓપરેશનમાં દર્દીની ઉમર (૧૦૦ વર્ષ) હોવાને કારણે આ પ્રકારના ઓપરેશનમાં અનેક જોખમ હતા. પરંતુ ડો.વિમલ દેત્રોજા,નિષ્ણાત એનેસ્થેતિસ્ટ ડો.અદિતિ જાલાવાડીયા અને ઓપરેશન ટીમની મેહનતથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશન પછી દર્દીને આઇ સી યુ માં ડો.રિંકલ રામોલીયા અને આઇ.સી.યુ. ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી અને હવે આ દર્દીને સંપૂર્ણ રીતે સ્વસ્થતા સાથે રજા આપવામાં. આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર આપવામાં આવે છે. જેમાં આયુષ હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન વિના મુલ્યે આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર કરવામાં આવી છે. જે દર્દી માટે મોટી રાહત સમાન છે. આ સફળતા માટે આયુષ હોસ્પિટલ ના ડો.વિમલ દેત્રોજા, ડો.અદિતિ જાલાવાડીયા, ડો.રિંકલ રામોલીયા તથા આખી આયુષ હોસ્પિટલની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments