Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi26મીએ મોરબી આવતા સીએમ સમક્ષ આપ પાર્ટી વિવધ પ્રશ્નોની રજુઆત કરશે

26મીએ મોરબી આવતા સીએમ સમક્ષ આપ પાર્ટી વિવધ પ્રશ્નોની રજુઆત કરશે

મોરબી : આગામી 26 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાની ટીમ દ્વારા મુખ્યમંત્રીને મોરબીના પ્રજાના પ્રશ્નો લેખીતમા રજૂ કરવામા આવશે.

મોરબી જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીખે સારી એવી કામગીરી કરતી હોય ત્યારે આવનારા સમયમા મુખ્યમંત્રી જ્યારે મોરબીની મુલાકાત લેવાના હોય તેથી આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા દ્વારા મોરબીની જનતાને અપીલ કરવા મા આવી છે કે પોત પોતાના વિસ્તારના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય એમની આમ આદમી પાર્ટીની જીલ્લા કાર્યાલયે ૨ દિવસમા જાણ કરે તેમજ પીડિત પરીવારને સાથે રાખી અત્યાર સુધીમા મોરબીના અધિકારીઓ દ્વારા જે હેરાનગતી જનતાને થતી હોય ,તેમજ દરેક કામ પૈસા આપીને કરવા પડતા હોય ,મોરબી જીલ્લામા ઠેર ઠેર દારૂના ખુલ્લેઆમ ધંધા ચાલુ હોય ,છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્રની કથળતી પરિસ્થિતિ ,કચેરીઓની અંદર એજન્ટો દ્વારા થતા વહીવટ , ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલીભગત, આવા ઘણા બધા મુદ્દાઓની લેખીતમા મુખ્યમંત્રીનો સમય માંગીને રૂબરૂ ચર્ચા તેમજ લેખીતમા રજુઆત કરવામાં આવશે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments