મીરબી : આજ રોજ ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આગામી 26/03/2025ના રોજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીની ખમીર વંતી ધરા પર પધારનાર હોય ત્યારે એમના આગમન અને આયોજન અર્થે શનાળા રોડ હરભોલે હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સમગ્ર આયોજન સુચારુ રૂપે સુદ્રઢ બને તે અંગે વિસ્તાર થી ચર્ચા કરી જવાબદારીઓ સોંપવમાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી , મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા , વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી , મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, ગુજરાત સરકારના માજી મંત્રી બ્રિજે ભાઈ મેરજા , મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા , પ્રદીપભાઈ વાળા સહિતના જિલ્લાના આગેવાનો,મંડળના પ્રમુખ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત, અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં અને મુખ્યમંત્રીનું સ્વાગત તેમજ રૂટ સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.



