હળવદ તાલુકાના રાયધ્રા ગામે પોલીસે બાતમીને આધારે આરોપી મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજાની વાડીમાં દરોડો પાડી 200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ 50 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 15000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે મહાદેવભાઈને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.