મોરબી : મોરબી નજીક બોલેરોમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતા 4 પશુઓને ગૌસેવકોએ છોડાવી પાંજરાપોળને સોંપી આ વાહનચાલકને તાલુકા પોલીસને સોંપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
ગૌરક્ષક હિન્દુ યુવા વાહીની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌસેવકોને બાતમી મળેલ કે કચ્છ બાજુથી માળીયાથી મોરબી તરફ એક બોલેરો પીક અપ વાહનમાં પશુઓ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે ગૌ સેવકોએ મોરબી નજીક વોચ ગોઠવતા GJ 01 DY 1254 નંબરની બોલેરોને રોકતા તેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 4 ભેંસ મળી આવી હતી. આ ભેંસને છોડાવી મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવી છે.આ વાહન ચાલકને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સેવાકાર્યમાં મોરબી ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના મોરબી, લીંબડી અને ચોટીલાના ગૌરક્ષકો જોડાયા હતા.

