મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાંધી ચોકમાં દરોડો પાડી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી, અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી, નીતીનભાઈ તરશીભાઈ ચાવડા, સફીભાઇ તારમામદભાઈ મોટલાણી, મનીષભાઈ મહાદેવભાઇ મહાલીયા અને ભાવેશભાઈ જેન્તીભાઇ ઠક્કરને રોકડા રૂપિયા 3150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.