Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરો : ચેમ્બર ઓફ કોમર્સની માંગ

નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરો : ચેમ્બર ઓફ કોમર્સની માંગ

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

માળિયા તાલુકાના નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવાની માંગ સાથે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
જે પત્રમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના એકમાત્ર ઓલ વેધર નવલખી બંદર આવેલ છે જે બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના જીલ્લાઓ ઉદ્યોગ અને વેપાર ધંધા જોડાયેલ છે નવલખી બંદર પર સરકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા SOP ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે બંદર એક આદર્શ પરિસ્થિતિની રચના થયેલ છે જેના હિસાબે આયાતકારો અને હેન્ડલિંગ એજન્ટો માટે એક વ્યાપારિક દ્રષ્ટીએ શ્રેષ્ઠ નીતિ સ્થાપિત થયેલ છે કાર્ગો સ્ટોરેજ માટે એક તરફી નીતિ નષ્ટ થયેલ છે નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કાર્ગો ભારતના અન્ય રાજ્ય જેવા કે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને યુપી સહિતના રાજ્યોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદાકારક છે જેથી નવલખી બંદરનો વિકાસ કરવો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે

નવલખી બંદર પર જેટી બનાવેલ છે તે જેટી અને નવલખી ચેંક (ક્રિક) માં ડ્રેજીંગની જરૂરિયાત છે જો ત્યાં ડ્રેજીંગ કરવામાં આવે તો જેટી પરથી કન્ટેનર બાર્જીસ/કાર્ગો બાર્જીસનું લોડીંગ અને અનલોડીંગ થઇ સકે. કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીંગ કરવામાં આવે છે તે ડ્રેજીંગનો કાદવ અને કાંપ ભરતી ઓટ સમયે નવલખી બંદર પર આવે છે નવલખી બંદરે દરિયાઈ પાણીની ઊંડાઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલોમાં પુરાણ થતું જાય છે જેથી શીપો હાલ ૯ થી ૧૧ મીટરના ડ્રાફ્ટમાં નવલખી ઇનર વર્કિંગ એન્કરેજમાં આવે છે અગાઉ તેજ શીપો ૧૨ થી 14 મીટરના ડ્રાફ્ટમાં આવતી હતી જેથી ૨૪ કલાક બાર્જીસની મુવમેન્ટ થતી નથી જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શક્યતા છે

નવલખી બંદર પર હાલ કોલ હેન્ડલિંગ થાય છે ઉપરાંત અન્ય કાર્ગો જેવા કે ફર્ટીલાઈઝર, સોલ્ટ, ફૂડ ગ્રેઇન, બોકસાઈડ, કલીન્કર, ઇન્ડસ્ટ્રીયલ જીપ્સમ, સિરામિક અને અન્ય પ્રોડક્ટ્સ માટે પોર્ટમાં અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે તેમાંથી જ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગોની આયાત નિકાસ થઇ સકે.
મોરબી સિરામિક, પેપરમિલ, સેનેટરી વેર્સ, ઘડિયાળ, પોલીપેક, ઓટોમોબાઈલ્સ (રાજકોટ), ટેક્ષટાઈલ/કોટન સહિતના ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઊંડા દરિયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અન લોડીંગની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ હાલ મોરબીથી સિરામિક વગેરે તેમજ રાજકોટથી ઓટો મોબાઈલ્સ અને અન્ય કન્ટેનરો કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નિકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉદ્યોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય તેવી રજૂઆત કરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments