માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે ગઈકાલે મોરબી એલસીબી ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી લેવાના બનાવમાં પોલીસે બુટલેગરને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ સબબ ગુન્હો દાખલ કર્યો છે. મોરબી એલસીબી ટીમે વવાણીયા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી લેવા પ્રકરણમાં તપાસ દરમિયાન મોરબીના વાવડી રોડ ઉપર રહેતા લાખાભાઈ હીરાભાઈ વિરડાએ પોતાનું વવાણીયા ગામે આવેલ મકાન દારૂના ધંધાર્થીને ભાડે આપી પોલીસને જાણ ન કરી હોય માળીયા પોલીસે જાહેરનામા ભંગ બદલ મકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.