મોરબી : આગામી તારીખ 8 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 8:30 થી 11:30 કલાક દરમ્યાન શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું ભવ્ય આયોજન સનસિટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પરથી મોરબીના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે.
આ સાથે તા. 09 એપ્રિલથી 12 એપ્રિલ દરમ્યાન દરરોજ સવારે 7:30 થી 10:00 કલાક સુધી સંસ્કાર મહોત્સવ (ગર્ભ સંસ્કાર, અન્ન પ્રાશન, વિદ્યારંભ, નામકરણ વગેરે..) નું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક મોરબીની જનતાને કથાનું રસપાન કરવા તથા સંસ્કાર મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.
આ સંસ્કાર મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી પાસે, કેપિટલ માર્કેટ દુકાન નં:-50 – G નો સંપર્ક કરવાનો રહશે. તેમજ વધુ વિગત માટે મણિભાઈ ગડારા મો. નં. 9428277391, વી. ડી. પટેલ મો. નં. 9979285873 અને અશ્વિનભાઈ રાવલ મો.નં. 9825120978નો સંપર્ક ક૨વા યાદીમાં જણાવવામાં આવ્યું છે.