મો.નં.70695 22654 ઉપર સંપર્ક કરી શકાશે : ફોન કરનારની માહિતી એલસીબી દ્વારા ગુપ્ત રખાશે
મોરબી : મોરબી જીલ્લામાં અસામાજિક તત્વોની રંઝાડ હોય તો એલસીબીનો સંપર્ક કરવા જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયુ છે.
સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ મોટાપાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો વિરૂદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આવા ઇસમોની માહિતી આપવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ મો.નં.70695 22654 ઉપર સંપર્ક ક૨વા જણાવાયુ છે. વધુમાં ફોન કરનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ પોલીસની યાદીમાં જણાવાયું છે.
