મોરબીના બેલા ગામની સીમમાં આવેલ નેક્ષા સ્પાની ઓફિસમાં સ્પા સંચાલક મધ્યપ્રદેશના વતની મહિલાને બે શખ્સો સાથે આવેલા ચાર અજાણ્યા માણસોએ બઘડાટી બોલાવી મહિલાને ફડાકા ઝીકી દેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ નેક્ષા સ્પાના સંચાલીકા આઈસાબેન અનિસભાઈ ખાન ઉ.35 નામના મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મેહુલ ઠાકરશીભાઈ માકાસણા અને આરોપી મેહુલ જયેશભાઇ આચાર્ય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મેહુલ માકાસણા ગત તા.20ના રોજ સ્પાની ઓફિસમાં ઘુસી આવ્યો હતો અને દરવાજો જોરથી ભટકાડી ગાળા ગાળી કરી ફડાકા ઝીકી દીધા હતા. આ જ રીતે મેહુલ આચાર્યએ પણ ગાળાગાળી કરી હતી ઉપરાંત બાદમાં અજાણ્યા ચારેક શખ્સ આવ્યા હતા અને સ્પાની ઓફિસમાં લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચાર અજાણ્યા તેમજ બે શખ્સ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.