મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લીલાપર રોડ ઉપર તૂટેલા પુલથી આગળ વોકળાના કાંઠે દરોડો પાડી આરોપી રણજીત નાગજીભાઈ દેગામા અને આરોપી મહેન્દ્ર ગોરધનભાઇ પરમાર રહે.બન્ને લીલાપર રોડ વાળાઓને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ 100 લીટર દેશી દારૂ, આથો, ગેસના બાટલા, ચૂલા, પતરાના બેરલ સહિત કુલ રૂપિયા 27,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.