મોરબી : રાજગોર યુવા ગ્રુપ વાંકાનેર, આયોજક શંકર મઢવી અજય વર્ણવા શૈલેષ દાદલ દ્વારા મોરબીના નાગડાવાસ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. આ આયોજનમા સૌરાષ્ટ્ર કચ્છમાંથી 12 ટીમે ભાગ લીધો હતો અને શાનદાર દેખાવ કર્યો હતો.
ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી આયોજન કરેલ હતું. આ પ્રસંગે સમાજના રાજગોર સમાજના ચાર 24 ના પ્રમુખ શંકરભાઈ જેરામભાઈ ખાંડેખા તથા આડેસર મંડળના પ્રમુખ દરામભાઈ શંભુભાઈ સુંબડ તથા વાંકાનેર રાજગોર સમાજ પ્રમુખ ઠાકરશી ભુરાભાઈ પંડ્યાતથા કાશીરામ ભાઈ ભુરાભાઈ પંડ્યા બાબુલાલ વરણવા મોમાય ઓટો શૈલેષભાઈ મઢવી અમીત મઢવી માખેલથી ભરતભાઈ સરપંચ ઈશ્ર્વર અંબારામ ભાઈ દાદલ અંજારથી દિલીપ ભાઈ દાદલ હરેશભાઈ મઢવી, રમેશ મઢવી સામખીયારીથી નીખીલભાઈ સુંબડ રોહનભાઈ અશોકભાઈ ગમોટ રહ્યા હતા મોરબીથી સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અનિલભાઈ મહેતા અને ચાર ચોવીસીના રાજગોર યુવા ગ્રુપ ના ખેલાડી ઓ નો ઉત્સાહ વધાર્યો હતો આવેલ મહેમાનો નો સાલ ઓઢાડી સન્માન કરેલ હતું આ આયોજન મા સૌરાષ્ટ્ર કચ્છ માંથી 12 ટીમે ભાગ લીધો હતો ખુબજ સરસ મજાનું આયોજનવાંકાનેર રાજગોર યુવા ગ્રુપ ના યુવાનો એ ખુબજ જહેમત ઉઠાવીને આ આયોજનને સફળ બનાવ્યું હતું. અને વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા આયોજીત ચાર ચોવીસી રાજગોર બ્રાહ્મણ ક્રિકેટ ટૂરનામેન્ટ નું આયોજન કર્યું હતું એમાં જડેશ્વર ઇલેવન વાંકાનેર ને રવેચી ઇલેવન અંજાર વચ્ચે ફાઇનલ મેચ હતો તેમાં જડેશ્વર ઈલેવન વાંકાનેર જીતી ગયા છે



